National
-
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલાની છેડતી, જાહેરમાં યુવકની ધોલાઇ
અંકિત પોપટ, રાજકોટ કહેવાય છે કે હાલના સમયે મહિલાઓની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ માટે કાયદો વ્યવસ્થાનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બધા દાવા માત્ર કાગળ પર અને નેતાઓના ભાષણ પૂરતા જ હોય તેમ લાગી રહ્યું છે, આ વાતની પુષ્ટી કરતી ઘટના રાજકોટમાં બની છે, અહીં સિવિલ હોસ્પિટલ જેવી સુરક્ષીત જગ્યાએ પણ મહિલાઓ સુરક્ષીત નથી.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 24 કલાક ચૂસ્ત પોલીસબંદોબસ્ત હોય છે, તેમ છતાં અહીં મહિલાની છેડતીની ઘટના બની છે, અહીં ઇમરજન્સી વોર્ડ પાસે એક શખ્સ દ્વારા મહિલાની છેડતી કરવામાં આવી, છેડતી બાદ મહિલાએ યુવકને જાહેરમાં લમધારી નાખ્યો. બાદમાં એકત્રિત થઇ ગયેલા ટોળાએ પણ યુવકને મેથીપાક આપ્યો અને પોલીસ હવાલે કર્યો.
કપિલ શર્માના ગુજરાતી ફેને પાર કરી તમાર હદો,
કહેવામાં આવી રહ્યું છે કે રોમીયો છેલ્લા ત્રણ દિવસથી મહિલાનો પીછો કરતો હતો અને સોમવારે જેવી મહિલા દવા લેવા આવી કે ત્યાં ઇમરજન્સી વોર્ડ પાસે લાગ જોઇને છેડતી કરી હતી, જો કે મહિલાએ રોમીયોને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું. ઘટના બાદ હાજર પોલીસકર્મીએ મામલો થાળે પાડ્યો અને રોમીયોની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.
Reported By:Ashwin Solanki
