National
-
કલર્સ ગુજરાતી પર આવતી સિરીયલ "દીકરી વ્હાલ નો દરિયો" ૪૦૦ થી પણ વધુ એપિસોડ પુરા કર્યા છે ત્યારે એમાની એક દીકરી સેજલ એટલે કે જીનીતા રાવલ સાથે થોડી હળવી વાતો .
જીનીતા નો જન્મ અમદાવાદ મા થયો સ્કુલ એચ. બી.કાપડીયા અને સી.એન.કોલેજ માથી અભ્યાસ પુર્ણ કર્યો છે
સ્કૂલ સમય થી જ નાટકો મા રસ ધરાવતા જીનીતા ને કોલેજ કાળ દરમીયાન મુંબઈ નુ સારા મા નું એક પ્રોડક્શન હાઉસ મા થી ઓફર આવી સંજય ગોરડીયા પ્રોડક્શન હાઉસ,
સંજય ગોરડીયા પ્રોડક્શન હાઉસ નુ નાટક "અરે વહુ હવે થયુ બહુ " મા જીનીતા સપોર્ટિંગ રોલ મા હતા તેઓએ ૯ બીજા ગુજરાતી નાટકો મા કામ કર્યુ છે
" ઉડન ચકરડી " , " બોલ મેરે જમુરે ", " મારા સપના નો રાજકુમાર" , " જીવન દાતા " , " આંબા ડોલે કોયલ બોલે " , " લોહી ની સગાઈ" "પ્યાદુ - ચેક એન્ડ મેટ " જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ" જેવા નાટકો કર્યા છે.
જીનીતાએ ગુજરાતી અર્બન ફિલ્મો મા કામ કર્યું છે અને ફિલ્મો મા એમનો રોલ કદાચ નાનો હશે પણ ફિલ્મ નો વળાંક એમના રોલ થી આવતો હોય છે દા.ત.
ફિલ્મ "લવ ની ભવાઈ" મા સ્વતી નો કિરદાર જીનીતાએ બખૂૂૂબી નીભાવ્યો છે , ફિલ્મ "પાઘડી" મા ભલે પછી રાધા નો રોલ હોય જીનીતાએ દરેક કિરદાર ને ખૂબ ન્યાય આપ્યો છે , "ચોર બની ધનગાટ કરે " મા જીનીતા સપોર્ટિંગ રોલ મા જોવા મળે છે
ડી.ડી.ગીરનાર પર આવતો કર્યક્રમ "યુવા તરવરાટ" શો નુ એન્કરિંગ જીનીતએ કરેલુ છે તેમજ દુરદર્શન પર "જયંતી જાગૃતિ . કોમ" મા મુખ્ય ભૂમિકા નિભાવી હતી .
ઘરવાળા નો સહયોગ :
પહેલા થી અભિનય ક્ષેત્રે રસ ધરાવતા જીનીતા ને તમના ઘરે થી , માતા પિતા તરફ થી સંપૂર્ણ સહયોગ મળ્યો છે , લગ્ન બાદ તમના જીવન સાથી આજ ક્ષેત્ર મા હોવા ના કારણે તેઓને ઘર ના લોકો તરફ થી ક્યારેય પ્રોબ્લેમ નડ્યો નથી , તેમના જીવનસાથી ગુજરાતી ફિલ્મો ના આર્ટ ડિરેકટર છે .
દિકરી વ્હાલ નો દરિયો કેવી રીતે મળી :
સોશિયલ મીડિયા દ્વારા વિપુલ વિઠલાણીએ (ક્રિએટિવ હેડ) જીનીતા નો કોન્ટેકટ કરી ઓડીશન માટે બોલાવ્યા અને ઓડિશન મા તેઓ સિલેક્ટ થયા અને સેજલ નો રોલ મળી ગયો .
"દિકરી વ્હાલ નો દરિયો" શૂટ કરતી વખત ના અનુભવો :
હોમી વાડિયા અને દીપક બવાસ્કાર આ સિરીયલ ના ડિરેકટર છે જેમના પાસે થી હું ઘણુ બધી શીખી છુ અને શીખી રહી છુ ખાસ કરી ને દીપક સર પાસે થી , ડેઈલી સોપ હોવા ના કારણે ઘણી બધી વાર દિવસ રાત શુટિંગ કરવુ પડતુ હોય છે .
સેટ પર હોઈએ અને શુટિંગ ના હોય ત્યારે મારી બન્ને બેહનો (સિરીયલ ની)સાથે વધારે સમય પસાર કરતી હોવ છુ
સ્વપનું --
બોલીવુડ તેમજ ટેલીવુડ મા કામ કરવાની ઇચ્છા ધરાવતા જીનાતા કહે છે કે જો સારા પ્રોડક્શન હાઉસ બોલીવુડમા યશ રાજ બેનર અને એસ.એલ.બી (સંજય લીલા ભણસાલી) બેેેનર મા થી ઓફર આવશે તો ચોક્કસ પણે તેમા કામ કરવાની ઇચ્છા નુ મારુ સપનુ પુરુ કરીશ .
આ ઉપરાંત મને એવો ક્યારે મોકો મળે કે જેના થી હું સ્ત્રીઓ માટે એમના હકો કે એમના ઉત્થાન માટે કઈ કરવું પડે તો આ મોકો મારા સપના નો એક ભાગ પૂરો થશે
ફેવરેટ્સ :
ફે. કલર - બ્લુ
ફે. ફુડ - ભાખરી (મમ્મી ના હાથ ની) , મેક્સિકન રાઈસ
ફે. પોશાક - કુર્તિ અને જીન્સ
ફે. સ્થળ - મુંબઈ મા મરીન ડ્રાઈવ અને અમદાવાદ મા રિવરફ્રન્ટ
હીલ સ્ટેશન ગમે કે બીચ ? - બન્ને
જીનીતા રાવલ ના જીવન ના દરેક સપનાઓ પુરા થાય તેવી શુભેચ્છા
Reported By:Siddhartha P Goghari
